ખેડૂતો માટે કામ કરતી સંસ્થા ગુજકોમાસોલની 62 મી વાર્ષિક સામાન્ય સભા અમદાવાદમાં યોજાઈ.. કરોડોનું ટર્ન ઓવર ધરાવતી સંસ્થાએ આ વર્ષે સભાસદોને 20 ટકા ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે તો સમગ્ર રાજ્યમાં 200 કરતા વધારે સેન્ટરો પર ગુજકોમાસોલના રિટેલ સ્ટોર શરૂ કરવાની પણ જાહેરાત કરાઈ છે. ગુજકોમાસોલની વાર્ષિક સામાન્ય સભા અમદાવાદમાં યોજાઈ. હજારો સભાસદો સાથે ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી, વાઇસ ચેરમેન બિપીન પટેલ, સહકારી આગેવાન અને ધારાસભ્ય જયેશ રાદડિયા, રાજ્યસભાના સાંસદ નરહરી અમીન અને ખેડૂત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.