રાજયમાં લોકડાઉનને લઈ ઘણા ગરીબ વર્ગના લોકોમાં ભારે હાલાકી જોવા મળી રહી છે. ત્યારે આજ રોજ ગુજરાતના સીએમ વિજય રુપાણીએ રાજયના તમામ APL-1 કાર્ડ ધારકો માટે એક મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, આ કાર્ડ ધારકોને એપ્રિલ મહિનાનું અનાજ મફતમાં આપવામાં આવશે. સીએમ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના મધ્યમ વર્ગીય પરિવારોમાં APL-1ના કાર્ડધારકો જેઓને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા NFSA અંતર્ગત અનાજ મળતું નહોતું. તેવા તમામ 60 લાખથી વધુ મધ્યમ વર્ગના લોકોને કુટુંબ દીઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે આપવામાં આવશે.