બુધવારે ૧૦ જેટલાં ટ્રેડ યુનિયનો દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનને કેટલાંક રાજ્યોમાં સજ્જડ જ્યારે ક્યાંક મિશ્ર પ્રતિભાવ મળ્યો હતો. બેન્કિંગ, કોલસા, ક્રૂડ, ડિફેન્સ, પબ્લિક સેક્ટર, ટ્રાન્સપોર્ટ સહિતના ક્ષેત્રોના ટ્રેડ યુનિયન્સ દ્વારા હડતાળ પાડવામાં આવી હતી. વિવિધ ક્ષેત્રોના કર્મચારીઓ ૧૬ જેટલી પડતર માગણીઓ મુદ્દે બંધમાં જોડાયા હતા. પશ્ચિમ બંગાળ, બિહાર, આંધ્ર, કર્ણાટક, કાશ્મીર, ઓડિશા, પંજાબ સહિતના મોટાભાગનાં રાજ્યોમાં લોકો રસ્તા ઉપર ઊતરી આવ્યા હતા.