ઇસરોના વડા કે. સિવન દ્વારા સરકાર અને અવકાશી સંસ્થાના ૨૦૨૦ના આગામી લક્ષ્યાંકોને જાહેર કરવામાં આવ્યા હતા. બુધવારે તેમણે જણાવ્યું કે, સરકાર દ્વારા ચંદ્રયાન-૩ પ્રોજેક્ટને મંજૂરી આપી દેવાઈ છે. તેના ઉપર સામાન્ય કામ શરૂ થઈ ગયું છે અને ૨૦૨૧માં તો તેને લોન્ચ કરવામાં આવે તેવી પણ શક્યતા છે. તેમણે જણાવ્યું કે, આ વર્ષે ગગનયાન અને ચંદ્રયાન-૩ ઉપર કામ કરવામાં આવશે જે ભારતના સ્પેસ રિસર્ચના ક્ષેત્રમાં માઈલસ્ટોન સાબિત થશે.