Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજકોટ શહેરમાં કલેકટરની ઓફિસમાં તોડફોડ કરવાના 11 વર્ષ જુના કેસમાં કોર્ટે આજે પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરૂ, દેવજી ફતેપરા, ગોવિંદ રાણપરીયા, અશોક ડાંગર, મહંમદ જાવેદ પીરજાદા સહિત 10 કોંગ્રેસી આગેવાનોને રાજકોટની કોર્ટે દોષીત જાહેર કર્યા છે અને 1 વર્ષની કેદની સજા અને પાંચ હજારનો દંડ ફટકાર્યો છે. ચુકાદા વખતે ગેરહાજર ધારાસભ્ય પીરઝાદા સહિત 3 આરોપીને બે દિવસમાં હાજર થવાની સુચના આપી છે.

શું હતો મામલો?

વર્ષ 2008માં તત્કાલીન કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયાની જમીન કૌભાંડના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે કોંગ્રેસના આગેવાનો કલેકટર કચેરીએ આવેદન આપવા માટે ગયા હતા અને તે સમયે મામલો વકરતા તોડફોડ કરવામાં આવી હતી. આ કેસમાં 179 કોંગી આગેવાનો સહિત 1500 લોકોના ટોળા સામે IPC એક્ટ 143, 147, 149, 186,188 તથા પબ્લીક પ્રોપર્ટીના નુકશાન કરવાની કલમ 3-7 મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો હતો. રાજકોટની કોર્ટમાં આ કેસ ચાલી જતા આજે અદાલતે 12 રાજકીય આગેવાનોને દોષી ઠેરવ્યા હતા.

આ ચુકાદા વખતે ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદા હાજર નહતા એટલે કોર્ટે તેમને બે દિવસમાં હાજર થવાનો હુકમ કર્યો છે. ચાર્જસીટમાં દિવંગત સાંસદ વિઠલભાઈ રાદડીયા તથા પોપટભાઈ ઝીંજરીયાના પણ નામો હતા. અદાલતે આ તમામ આગેવાનોને એક એક વર્ષની કેદ અને 5-5 હજારનો દંડ ફટકાર્યો છે. 12 દોષિતોએ સેશન કોર્ટમાં અપીલ સમયગાળામાં કરતા તમામ જામીન મેળવી મુક્ત થયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ