રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ શુક્રવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા- હેરફેર કરવા ઉપર પ્રતિબંધ છે, માટે અધિકૃત પાસને આધારે બીજા જિલ્લામાં જવા દેવામાં આવશે, તેથી લોકોને અપીલ છે કે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં હેરફેર કરતાં પહેલાં પાસ કઢાવી લેવો. અમરેલી જિલ્લાના લાઠીમાંથી નકલી પાસને સહારે અમરેલીની હદમાં પ્રવેશતી બે વ્યક્તિ ગુરુવારે પકડાઈ છે, જેમના ઉપર ગુનો નોંધી તેમની ધરપકડ કરાઈ છે. ડીજીપીએ એ પણ જણાવ્યું હતું કે, માસ્ક પહેરવાની અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની બાબતે હવે લોકોએ આદત બનાવવી પડશે, જીવનશૈલીના ભાગરૂપ બનાવવા પડશે અને તો જ આપણે કોરોના બીમારીથી બચી શકીશું, એમણે લોકડાઉન ભંગની ફરિયાદો ૧૦૦ નંબર ઉપર આપવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે, ગુરુવારે આવી ફરિયાદો ઉપરથી ૭૨ ગુના રજિસ્ટર્ડ થયા હતા.