ઈરાન અને તેના ક્ષેત્રના સમર્થક રાષ્ટ્રોએ લશ્કરી વડા કાસિમ સુલેમાનીની અમેરિકા દ્વારા કરાયેલા હુમલામાં હત્યા બદલ ખતરનાક બદલો લેવાની વાત ઉચ્ચારી છે. ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ‘ઈરાન તેમજ તેના ક્ષેત્રના મુક્ત રાષ્ટ્રો અમેરિકાની ક્રૂરતાનો જડબાતોડ જવાબ આપશે.’ રુહાનીએ ઈરાન તેમજ સમર્થક મધ્ય પૂર્વના દેશોને લશ્કરના વડા સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે આહ્વાન કર્યું હતું.