અમેરિકાના હુમલામાં ઈરાનના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીની હત્યા બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ સર્જાયો છે. આ વચ્ચે ઈરાનની સંસદે અમેરિકાની સેના અને પેન્ટાગોનને આતંકવાદી સંગઠન જાહેર કરવાના સમર્થનમાં મતદાન કર્યું છે. ઈરાનના સરકારી મીડિયાના જણાવ્યા મુજબ, સાંસદોએ સુલેમાનીની હત્યાના વિરોધમાં આ પ્રસ્તાવ પસાર કર્યો હતો.