ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી ઉચ્ચારી હતી કે, તહેરાન જનરલ કાસીમ સુલેમાનીના મોતનો બદલો લેશે તે પહેલાં જ તેને આકરો પાઠ ભણાવવામાં આવશે. હું તેમને ફરી હુમલો નહીં કરવાની સલાહ આપું છું. તેમ છતાં પણ જો ઇરાન અમેરિકા પર હુમલો કરશે તો અમેરિકા ઇરાનને અગાઉ ક્યારેય નહીં મળ્યો હોય તેવો પદાર્થપાઠ આપશે. આ પહેલાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, જો ઇરાન અમેરિકન સંપત્તિ પર હુમલા કરશે તો અમે ઇરાનના બાવન લક્ષ્યાંક નક્કી કરી રાખ્યાં છે.