દિલ્હીની જવાહર લાલ નેહરૂ યુનિવર્સિટી (JNU)માં રવિવારે ત્રાટકેલા નકાબપોશ હુમલાખોરોએ મચાવેલી હિંસાને લઇને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. સોનિયા ગાંધીએ સરકારને આડે હાથ લેતા કહ્યું કે ‘ભારતના યુવાનો અને વિદ્યાર્થીઓનો અવાજ દરરોજ દબાવી દેવામાં આવતો હોય છે. ભારતના યુવાઓ પર ભયાનક અને અકલ્પનીય રીતે હિંસા થઈ રહી છે અને આવું કરનારા ગુંડાઓને સત્તારૂઢ મોદી સરકાર તરફથી ઉશ્કેરવામાં આવે છે. આ હિંસા નિંદનીય અને અસ્વીકાર્ય છે.’