કેરળ વિધાનસભામાં નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ મંગળવારે મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને CAAને પાછો લેવાની માગ કરી હતી. પ્રસ્તાવને રજૂ કરતા વિજયને કહ્યું કે,CAA ધર્મનિરપેક્ષ વલણની વિરોધમાં છે આ ઉપરાંત આમા નાગરકિતા આપવામાં ધર્મના આધારે ભેદભાવ થશે. તેમણે કહ્યું કે, ‘આ કાયદો બંધારણના મૂળભૂત મૂલ્યો અને સિદ્ધાંતોનો વિરોધાભાસી છે’
CPI અને કોંગ્રેસે CAA વિરુદ્ધ મુખ્યમંત્રી દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવનું સમર્થન કર્યું. તેમણે કહ્યું કે, ‘NRC અને CAA એક જ સિક્કાના બે પાસા છે. CAAએ સ્પષ્ટ રીતે બંધારણના અનુચ્છેદ 13,14 અને 15નું ઉલ્લંઘન કરે છે. ’
ભાજપના એકમાત્ર ધારાસભ્ય ઓ રાજગોપાલે પ્રસ્તાવ અંગે વાંધો ઉઠાવતા કહ્યું કે, આ ગેરકાયદે છે કારણ કે સંસદના બન્ને ગૃહોએ CAA કાયદાને પાસ કરી દીધો છે.