25 મેના સોમવારથી કેન્દ્ર સરકાર દ્વારા વર્ગીકૃત કરાયેલા રૂટ પર ડોમેસ્ટિક ફ્લાઇટનો પ્રારંભ થઇ રહ્યો છે. સોમવારે સમગ્ર દેશમાં ૧૦૫૦ ડોમેસ્ટિક ફ્લાઇટ ઉડાન ભરશે. રાજધાની દિલ્હીના ઇન્દિરા ગાંધી વિમાનીમથક ખાતે સોમવારે ૧૯૦ ફલાઇટ દેશના વિવિધ રાજ્યમાં રવાના થશે તો ૧૯૦ ફ્લાઇટ લેન્ડ પણ થશે. બેંગ્લુરૂમાં સોમવારે ૨૧૫ ફ્લાઇટ ઓપરેટ થશે. ચંડીગઢથી સોમવારે ૭ ફ્લાઇટ રવાના થશે. અગાઉ દિવસભર વિવિધ કારણોસર ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ કરવાની આનાકાની કરતાં મહારાષ્ટ્ર મોડી સાંજે સોમવારથી મર્યાદિત સંખ્યામાં ફ્લાઇટ શરૂ કરવા સહમત થયું હતું.