નાગરિકતા સંશોધન એક્ટ (સીએએ) વિરુદ્ધ પ્રદર્શનમાં હિંસા વિશે સેના પ્રમુખ બિપિન રાવતે ગુરુવારે તેમનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે વિરોધ-પ્રદર્શનમાં વિદ્યાર્થીઓના સામેલ થવા વિશે કહ્યું કે, યુનિવર્સિટી અને કોલેજોમાં આગચંપી કરનાર લોકો લીડર ન હોઈ શકે. હકીકતમાં લીડરશીપ એ છે જે તમને સાચી દિશા બતાવવાનું કામ કરે છે. સીએએ અને એનઆરસી વિરુદ્ધ થોડા દિવસ પહેલાં આસામમાં વિદ્યાર્થી યુનિયન્સ રસ્તાપર ઉતરી આવ્યા હતા. ત્યારપછી દિલ્હીની જામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ ઉગ્ર પ્રદર્શન કર્યા હતા.