સેના પ્રમુખ જનરલ બિપિન રાવત આજે નિવૃત્ત થયા છે. તેમની જગ્યાએ જનરલ મનોજ મુકુંદ નરવણેએ સેના પ્રમુખનું પદ સંભાળ્યું છે. તેઓ દેશના 28મા નવા સેના પ્રમુખ બન્યા છે. મંગળવારે બિપિન રાવતની હાજરીમાં જ તેઓએ કાર્યભાર સંભાળ્યો. લેફ્ટનન્ટ જનરલ નરવણે પણ હાલ સુધી સેનાના ઉપ પ્રમુખનું પદ સંભાળી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે બિપિન રાવત CDSનો પદભાર સંભાળશે. જોકે હજુ તેમણે ચાર્જ લીધો નથી પરંતુ સોમવારે મળેલી કેબિનેટ બેઠકમાં તેમના નામ પર મહોર મારવામાં આવી હતી.