દેશમાં કોરોના વાઇરસનું સંક્રમણ દિન-પ્રતિદિન વ્યાપક બનતાં કેન્દ્ર સરકારે હાલમાં અમલી દેશવ્યાપી લોકડાઉન વધુ બે સપ્તાહ એટલે કે ૩૧ મે સુધી લંબાવવાની ઘોષણા કરી છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા રવિવારે જારી કરાયેલાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જારી કરાયેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, કોરોના વાઇરસના પ્રસારને અટકાવવા માટે અમલી લોકડાઉન સમગ્ર દેશમાં ૩૧ મે સુધી જારી રહેશે.એનડીએમએના પરિપત્ર બાદ લોકડાઉન ૪.૦ માટે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા વિસ્તૃત ગાઇડલાઇન જારી કરાઇ હતી. કેન્દ્રીય ગૃહસચિવે તેમના પરિપત્રમાં જણાવ્યું હતું કે, તમામ કેન્દ્રીય મંત્રાલયો, ભારત સરકારના વિભાગો, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો અને સત્તાવાળાઓએ ૩૧ મે સુધી કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા ગાઇડલાઇનમાં જારી કરાયેલા આદેશોનું સખતાઇથી પાલન કરાવવાનું રહેશે.