મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી માટે કોંગ્રેસે બે ઉમેદવારો ઉભા કરીને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલી વધારી છે. આ ચૂંટણીમાં શિવસેનાએ ઉદ્ધવ ઠાકરે અને નીલમ ગોરને મેદાનમાં ઉતાર્યા છે. નીલમ ગોર હાલમાં મહારાષ્ટ્ર વિધાન પરિષદના ઉપાધ્યક્ષ છે. NCP પણ બે બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા કરવાની તૈયારી કરી રહી છે.
બીજી તરફ ભારતીય જનતા પાર્ટી (BJP)એ વિધાન પરિષદની ચૂંટણીમાં પ્રવિણ દદડે, ગોપીચંદ પડલકર, અજિત ગોપછડે અને રણજિત સિંહ પાટિલને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. મહારાષ્ટ્રમાં સત્તા ભોગવી રહેલા મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં શિવસેના, કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) સામેલ છે. હવે જો NCP પણ ચૂંટણીમાં પોતાના બે ઉમેદવારો ઉતારશે, તો 9 વિધાન પરિષદ બેઠકો માટે 10 ઉમેદવારો મેદાનમાં હશે. જેના કારણે ઉદ્ધવ ઠાકરેના સરળતાથી જીતવાનું સપનુ રોળાઈ શકે છે.
જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં 9 વિધાન પરિષદ (MLC) બેઠકો પર 21-મેના ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી માટે મહારાષ્ટ્ર વિધાનસભાના 288 ધારાસભ્યો વૉટિંગ કરશે. ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે 28-નવેમ્બરે શપથ લીધા હતા. તેમણે શિવસેના, NCP અને કોંગ્રેસના મહાવિકાસ અઘાડી ગઠબંધનના નેતા તરીકે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા.
બંધારણની જોગવાઈ પ્રમાણે, જો કોઈ વ્યક્તિ વિધાનસભાનો સભ્ય નથી અને મુખ્યમંત્રી પદની શપથ લે છે, તો તેણે 6 મહિનાની અંદર વિધાનસભા અને વિધાન પરિષદની સભ્યતા લેવાની હોય છે. આવું ના કરવા પર તેની મુખ્યમંત્રીની ખુરશી ગુમાવી શકે છે.
સત્તા પક્ષ અને વિપક્ષને ક્રોસ વૉટિંગનો ખતરો
જો મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં 10 ઉમેદવારો મેદાનમાં ઉતરે છે, તો મતદાન થવું સ્વાભાવિક છે. MLC ચૂંટણીમાં ગુપ્ત મતદાન થાય છે. એવામાં ક્રોસ વૉટિંગની શક્યતા વધી જાય છે. મહારાષ્ટ્રમાં સત્તા પક્ષ અને વિપક્ષ બન્ને ક્રોસ વૉટિંગ થાય તેવું નહીં ઈચ્છે. આ ત્યારે જ શક્ય થશે, જ્યારે કોંગ્રેસ અને NCPમાંથી કોઈ એક પાર્ટી એક જ બેઠક પર લડવા માટે રાજી થઈ જાય.
હકીકતમાં મહારાષ્ટ્રની કુલ 288 સભ્યો ધરાવતી વિધાનસભામાં સત્તાધીશ મહાવિકાક અઘાડી ગઠબંધનને 170 ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત છે. જેમાં શિવસેનાના 56, NCP 54, કોંગ્રેસના 44 અને અન્ય 16 ધારાસભ્યો સામેલ છે. જ્યારે ભાજપ પાસે 105 ધારાસભ્યો છે. જ્યારે બે ધારાસભ્યો AIMIM અને 1 MNSના ધારાસભ્ય છે. આ ઉપરાંત 10 અન્ય અપક્ષ ધારાસબ્યો પણ છે.
વિધાન પરિષદની એખ બેઠક માટે લગભગ 29 વૉટોની પ્રથમ પ્રેફરન્સના આધારે જરૂરિયાત રહેશે. મહાવિકાસ આઘાડીની 5 બેઠકો અને ભાજપની 3 બેઠકો આવવાની નક્કી જ છે. જો કે ભાજપની ચોથી અને મહાવિકાસ અઘાડી છઠ્ઠી બેઠક માટે જોડતોડની રાજનીતિ કરી શકે છે.