મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી એક ભયાનક દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યાં છે. અહીં રેલવેના પાટા પર પ્રવાસી મજૂરોને એક માલાગાડીએ ટક્કર મારી દીધી છે. ઓરંગાબાદ-જાલના રેલવે લાઈન પર શુક્રવારે સવારે 6:30 કલાકે આ દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 17 મજૂરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે.
આ અંગે કર્માડ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, આ તમામ મજૂરો જાલનાથી ભુસાવલ તરફ જઈ રહ્યાં હતા. આ તમામ લોકોને મધ્ય પ્રદેશ તરફ જવાનું હતું. આ તમામ લોકો રેલવે ટ્રેકના કિનારે-કિનારે ચાલી રહ્યાં હતા. આ દરમિયાન થાક લાગતા તેઓ રેલવે ટ્રેક પર જ સૂઈ ગયા હતા. તે સમયે એક માલગાડી ટ્રેક પરથી પસાર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી.
જણાવી દઈએ કે, કોરોના વાયરસના કારણે લાગૂ લૉકડાઉનના કારણે દેશભરમાં મોટી સંખ્યામાં મજૂરો ફસાઈ ગયા છે. અનેક ઠેકાણે હજારોની સંખ્યામાં મજૂરો પગપાળા જ પોતાના ગામ તરફ જવા નીકળી રહ્યાં છે.