પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત સ્થિર છે અને તેમની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે અને તેમનો કોરોના ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો છે, તેમ હોસ્પિટલના સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું છે. 87 વર્ષના મનમોહન સિંહને રવિવારે એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમને દવાનું રિએકશન થતાં અને તાવ આવતો હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
સૂત્રોના જણાવ્યા અનુસાર સિંહની તબિયત સ્થિર છે અને હાલમાં તેમને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના કાર્ડિયો-થિયરોસિસ સાયન્સીસ સેન્ટરમાં ઓબ્ઝરવેશન હેઠળ રાખવામાં આવ્યા છે.
મનમોહન સિંહના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવાર કરતા આજે તેમની તબિયત વધુ સારી છે અને તેમને તાવ આવ્યો નથી. જો કે તેમના અનેક ટેસ્ટ કરવામાં આવ્યા છે. કેટલાક ટેસ્ટ આવી ગયા છે અને કેટલાક ટેસ્ટના રિપોર્ટ આવવાના બાકી છે. તેમને એક કે બે દિવસમાં હોસ્પિટલમાંથી રજા મળી જાય તેવી શક્યતા છે.