NEET-UG પેપર લીક કેસમાં CBI સતત એક્શન મોડમાં કામ કરી રહી છે, ત્યારે એજન્સી દ્વારા વધુ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પેપર લીક ગેંગના માસ્ટર માઇન્ડ શશિકાંત પાસવાનની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત પેપર લીક ગેંગ સાથે સંકળાયેલા અન્ય બે વિદ્યાર્થીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.