દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 21 હજારનો આંકડો વટાવી ચૂકી છે. મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. આ દરમિયાન ગૃહ વિભાગના સ્નિફર ડોગ વિભાગ સાથે જોડાયેલા કર્નલ ડો. પીકે ચુગે કહ્યું છે કે, મેડીકલ ડિટેક્શન ડોગ્સને કોરોના સંક્રમિતોની ઓળખ કરવામાં ઉપયોગ કરી શકાય છે. લંડનમાં આના ઉપર કામ ચાલી રહ્યું છે. વિશ્વના બીજા દેશોમાં સ્નિફર ડોગ્સની મદદથી ઘણા પ્રકારના કેન્સરની ઓળખ કરવામાં સફળતા મળી છે.
કર્નલ ચુગ કહે છે કે કોરોના શંકાસ્પદ દર્દીઓમાં બ્લડ, યુરીન અને લાળના સેમ્પલને ડોગ સુંઘીને જાણ કરી શકે છે કે તે સંક્રમિત છે કે નહીં. કારણ કે જ્યારે પણ આપણે બીમાર થઈએ છીએ ત્યારે આ ગંધમાં પરિવર્તન થઈ જાય છે. લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડીસિનમાં એક ટીમે આના ઉપર કામ શરૂ કરી દીધું છે.