ભારતીય હવામાન વિભાગે આજે 20 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાને રાખી એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પશ્ચિમ બંગાળના ગંગા કિનારે અને તેની પાસેના બાંગ્લાદેશ ઉપર ઊંડા ડિપ્રેશનના કારણે પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશામાં ઘણા સ્થળો પર આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.