Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય ગૃહમંત્રાલયે દેશમાં લૉકડાઉનને લંબાવવાનો નિર્ણય કરી દીધો છે. લૉકડાઉન-4 હવે 31-મેં સુધી યથાવત રહેશે. જેમાં રાજ્યોને કેટલીક શરતોને આધિન બસ સેવા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને સ્ટેડિયમ પ્રેક્ષકો વિના ખોલવાની પરવાનગી અપાઈ છે.

ગૃહમંત્રાલયે કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ રોકવા માટે કેટલાક આદેશો પણ આપ્યાં છે. સરકારે જાહેર સ્થળો પર દારૂ, પાન-મસાલા, તમાકુ અને ગુટકા ખાવા પર પ્રતિબંધ મૂક્યો છે અને લોકોને દરેક ઠેકાણે માસ્ક પહેરવાની અપીલ કરી છે.

સરકારના આદેશ

  • તમામ જાહેર અને કામ કરવાના સ્થળો પર માસ્ક પહેરવું ફરજિયાત
  • તમામ જાહેર અને કામ કરવાના સ્થળો પર થૂંકવું સજાપાત્ર ગુનો
  • તમામ પબ્લિક પ્લેસ અને ટ્રાન્સપોર્ટમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે
  • લગ્ન જેવા શુભ પ્રસંગોમાં 50થી વધુ લોકોના આવવા પર પ્રતિબંધ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે
  • અંતિમ સંસ્કારમાં 20થી વધુ લોકોને આવવાની મંજૂરી નહીં મળે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.
  • જાહેર સ્થળો પર દારૂ, પાન, તમાકુ અને ગુટકા ખાવા-પીવા પર પ્રતિબંધ
  • દુકાનો પર ગ્રાહકો વચ્ચે 6 ફૂટનું અંતર ફરજિયાત. એક સમયે દુકાનમાં કુલ 5થી વધુ લોકો ના હોવા જોઈએ

વર્કપ્લેસ માટે ગાઈડલાઈન

  • બને ત્યાં સુધી “વર્ક ફ્રોમ હોમ”ના ફોર્મુલાને ફૉલો કરવામાં આવે
  • કામ અને ધંધાને કલાકોમાં વેચવામાં આવે. જેના કારણે એક જ સમયે અનેક લોકો એક જ ઠેકાણે એકઠા ના થાય. આ આદેશ ઓફિસ, દુકાનો, માર્કેટ અને ઈન્ડસ્ટ્રિઝ માટે છે
  • એન્ટ્રી, એક્ઝીટ અને કૉમન એરિયામાં હેન્ડ સેનિટાઈઝર, હાથ ધોવાની સુવિધા અને થર્મલ સ્કેનરની સુવિધા પૂરી પાડવામાં આવે
  • કામ કરવાની જગ્યા, કૉમન એરિયા, ડોર હેન્ડલિંગ જેવી જગ્યાઓને સમયાંતર સેનેટાઈઝેશન કરવામાં આવે
  • વર્કપ્લેસના ઈન્ચાર્જ શિફ્ટ વચ્ચે, કર્મચારીઓ અને લંચ બ્રેકમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવે
  • સરકારે 65 વર્ષથી વધુ વયની વ્યક્તિ, કોઈ બીમારીથી પીડિતા વ્યક્તિ, ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને 31-મે સુધી ઘરે જ રહેવાની સલાહ આપી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ