દેશમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોના વાયરસના સંક્રમણને જોતા સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના સામાન્ય લક્ષણોવાળા દર્દીઓને હોમ આઇસોલેશનમાં રહેવાની છૂટ આપી છે. જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર કેટલીક શરતો પણ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના શંકાસ્પદ દર્દીઓને 3 ભાગમાં વહેંચ્યા છે. અન્ય શ્રેણીમાં અવા દર્દીઓ છે જેમાં કોરોના લક્ષણો ઓછા છે તેમને કોરોના કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. જેમને 3 કે 4 લક્ષણો દેખાય છે તેમને હેલ્થ સેન્ટરમાં રાખવામાં આવે છે. ત્રીજા પ્રકારમાં જેમાં કોરોના લક્ષણ જોવા મળે છે એવા દર્દીને કોરોના હોસ્પિટલમાં રાખવામાં આવે છે.
હોમ આઈસોલેશનને માટે આ છે સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન
- દર્દીની પાસે ઘરે આઈસોલેશનની વ્યવસ્થા હોવી જરૂરી છે.
- કોઈ પણ કોરોના સંક્રમિત હોમ આઈસોલેશનમાં ત્યારે જ જઈ શકે છે જ્યારે ડોક્ટર પોતાના રિપોર્ટમાં દર્દીને ઘરે જવાની પરમિશન આપે.
- હોમ આઈસોલેશનમાં એક વ્યક્તિ 24 કલાક તેની સાથે રહેનારું હોવું જરૂરી.
- સમયાંતરે દર્દીની તપાસ જરૂરી છે. જિલ્લા સ્વાસ્થ્ય અધિકારીને રિપોર્ટની જાણ કરવામાં આવશે.
- હોસ્પિટલની સાથે જ તેને દરેક સમયે કોન્ટેક્ટ રાખવાનો રહેશે. નાની મોટી તકલીફની જાણકારી હોસ્પિટલને આપવાની રહેશે.
- દર્દીના મોબાઈલ ફોન પર આરોગ્ય સેતુ એપ હોવી અનિવાર્ય છે.
- સ્વાસ્થ્ય વિભાગની ટીમ પણ સમયાંતરે કોરોનાના દર્દીની તપાસ કરશે.
- જે પણ દર્દી હોમ આઈસોલેશનમાં જશે તેણે એક ફોર્મ ભરવાનું રહેશે અને સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આપવામાં આવેલી ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.