ઉત્તરભારતના પર્વતીય રાજ્યો અને મેદાની વિસ્તારોમાં રવિવારે પણ ગાત્રો થિજાવી દેતી ઠંડીમાંથી કોઇ રાહત મળી નહોતી. ઉત્તરપ્રદેશમાં ઠંડીના કારણ વિવિધ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં ૫૭ લોકોનાં મોત થયાં છે. ઝાંસીમાં ઠંડીએ ૬૫ વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. અહીં ખેતરમાં રખેવાળી કરી રહેલા બે ખેડૂતના ઠૂંઠવાઇ જવાના કારણે મોત થયાં હતાં. મધ્ય યુપીના બુંદેલખંડમાં સૌથી વધુ ૩૫ અને પૂર્વાંચલમાં ૧૬ લોકોનાં મોત થયાં છે.