જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા બાદ આજે (શુક્રવારે) 145 દિવસ પછી કારગિલમાંથી ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કારગિલની સાથે સાથે દ્રાસ અને લદ્દાખના કેટલાક વિસ્તારોમાંથી પણ ઈન્ટરનેટ પરનો બેન હટી ગયો છે. જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા બાદ જમ્મુ કાશ્મીરમાંથી લદ્દાખને છુટુ પાડીને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવાયો છે.