સોમાલીયાની રાજધાનીમાં મોગાદિશુમાં આજે (શનિવારે) એક કાર બોમ્બ હુમલામાં 76 લોકોના મોત થયા છે. સરકાર તરફથી પ્રવક્તા ઇસ્માઇલ મુખ્તાર ઓમરે કહ્યું કે એક આત્મઘાતી હુમલાખોરે એક સિક્યોરીટી ચેકપોસ્ટ પર કાર બોમ્બ ડિટોનેટ કર્યો હતો. ઘટના બાદ ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં ઘણા વિદ્યાર્થીઓ સામેલ છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે ધડાકો પ્રચંડ હતો અને તે રોડ પર આવેલી ટેક્સ ઓફિસને ટાર્ગેટ કરીને કરવામાં આવ્યો હતો.