દેશમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને સંક્રમિત દર્દીઓનો આંકડો 82 હજારની નજીક પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં અંદાજે 4 હજાર જેટલા નવા કેસો સામે આવ્યા છે, જ્યારે 97 લોકોના મોત નોંધાયા છે.
શુક્રવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 3967 નવા કોરોનાના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. આ સાથે જ દેશમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 81,970 પર પહોંચી છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,649 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ ઉપરાંત દેશના કુલ 81,970 કેસોમાંથી 51,401 એક્ટિવ છે, જ્યારે 27,920 લોકો સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવ્યી છે.