ગઈકાલે બપોરે પૂર્વીય તટીય વિસ્તારો સાથે ટકરાયેલા સુપર સાયક્લોન અમ્ફાને પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારે તબાહી મચાવી છે. તોફાનની ઝપેટમાં આવવાથી 10-12 લોકોના મોત થયા છે. તોફાની પવન અને ભારે વરસાદને લીધે હજારથી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે અને 100થી વધારે ઇમારતોને ભારે નુકસાન પહોંચ્યુ છે.
આ અંગે માહિતી આપતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું કે, બંગાળને કેટલું નુક્સા થયું છે, તેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. અહીં ઓછામાં ઓછા 10થી 12 લોકોના મોત થયા છે. નુક્સાન કેટલું થયુ? તેનો ચોક્કસ અંદાજો લગાવવામાં હજુ કેટલાક દિવસો લાગશે.