ગુજરાતમાં નોવેલ કોરોના વાઈરસ કોવિડ-૧૯નો પ્રથમ ચેપગ્રસ્ત મળ્યાના રવિવારે બે મહિના પૂરા થાય તે પહેલા અત્યાર સુધીના ૫૯ દિવસમાં જ આ મહામારી ૬૦૬ નાગરીકોનો ભોગ લઈ ચૂકી છે. ગુરુવાર સાંજે પાંચ વાગ્યા પછીના ૨૪ કલાકમાં ૨૦ દર્દીઓએ દમ તોડયો હતો. તો સળંગ બીજા દિવસે પણ ૪૩ દર્દીઓ વેન્ટિલેટરને રાખવા પડયાનું આરોગ્ય અગ્રસચિવ ડો.જંયતિ રવિએ જણાવ્યું હતું શુક્રવારની સાંજ સુધીમાં કરવામા આવેલા ૩૧૫૦ ટેસ્ટમાંથી ૩૪૦ પોઝિટિવ મળતા ગુજરાતમાં કોરોનાના કેસો ૧૦ હજારને નજીક ૯૯૩૨એ પહોંચ્યા છે. જ્યારે ૨૮૨ને ડિસ્ચાર્જ મળતા અત્યાર સુધીમાં ૪૦૩૫ દર્દીઓ સાચા થઈને ઘરે પહોંચ્યા છે.