'ઉદ્યમી ભારત' કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ)ના ક્ષેત્ર માટે અનેક નવી યોજનાઓનો શુભારંભ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, આત્મનિર્ભર ભારત માટે એમએસએમઈ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. અમે એમએસએમઈ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે છેલ્લા આઠ વર્ષમાં બજેટ ૬૫૦ ટકાથી વધુ વધાર્યું છે.