અરબી સમુદ્રમાં સર્જાયેલું સાઇક્લોન નિસર્ગ બુધવારે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગની દક્ષિણે જમીનને સ્પર્શ્યું હતું. ભારતીય હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યંુજય મોહપાત્રાએ જણાવ્યું હતું કે, સાઇક્લોન નિસર્ગનું લેન્ડ ફોલ બુધવારે બપોરે ૧૨:૩૦ કલાકે મુંબઇથી ૯૦ કિલોમીટર દૂર આવેલા રાયગઢ જિલ્લાના અલીબાગ ખાતે થયું હતું. બપોરે ૨:૩૦ કલાક સુધી સાઇક્લોન નિસર્ગ સંપૂર્ણપણે ધરતી પર પ્રવેશી ચૂક્યું હતું. જેના પગલે રાયગઢ જિલ્લામાં ધારણા કરતાં વધુ ૧૨૦થી ૧૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી અતિભારે વરસાદ સાથે પવનો ફૂંકાયા હતા. મોહપાત્રાએ જણાવ્યું હતું કે, બુધવારે બપોર બાદ મહારાષ્ટ્રના દરિયાકિનારાને ઘમરોળ્યા પછી સાઇક્લોન નિસર્ગ નબળું પડયું હતું અને સાંજ સુધીમાં ચક્રવાતી તોફાનમાં તબદીલ થઇ ગયું હતું.