વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. કેબિનેટે એમએસએમઈ સહિત ધિરાણ મેળવવામાં રસ ધરાવતા મુદ્રા એકમોને ધિરાણ પૂરું પાડવા માટે ઇમરજન્સી ક્રેડિટ ગેરંટી સ્કીમને મંજૂરી આપી હતી. આ યોજના હેઠળ નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડ (એનસીજીટીસી) માટે એકમોને વધુ ધિરાણ પૂરું પાડવા માટે ૧૦૦ ટકા ગેરંટી પૂરી પાડવામાં આવશે. આ હેતુ માટે ભારત સરકાર તરફથી વર્તમાન વર્ષ અને તે પછીની ત્રણ નાણાકીય વર્ષ માટે રૂપિયા ૪૧,૦૦૦ કરોડનું ભંડોળ પૂરું પાડવામાં આવશે. કેબિનેટે આ યોજનાની જાહેર થયાથી ૩૧ ઓક્ટોબર ૨૦૨૦ સુધી કે પછી જીઇસીએલ દ્વારા આ ધિરાણ ગેરંટી યોજના હેઠળ રૂપિયા ૩ લાખ કરોડનું ધિરાણ મંજૂર કરવામાં આવે તે બંનેમાં જે સમય વહેલો હોય ત્યાં સુધી આ નિયમ અમલી રાખવા નિર્ણય લીધો છે.