દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા થોડી રાહત આપે તેવા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશના 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. જ્યારે 180 જિલ્લાઓમાં છેલ્લા 7 દિવસોમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસો નથી મળ્યો.
હાલ ભારતમાં કોરોનાથી મૃત્યુદર 3.3% છે અને રિકવરી રેટ 28.83 ટકાની સાથે 4.8 ટકા દર્દીઓ ICUમાં સારવાર લઈ રહ્યાં છે. દેશમાં 1.1 ટકા દર્દીઓ વેન્ટીલેટર્સ પર છે, જ્યારે 3.3 ટકા લોકો ઓક્સિજન સપોર્ટ પર છે.
સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે, દેશમાં ટેસ્ટિંગની ક્ષમતા પ્રતિદિન 95,000ની છે. હાલ 327 સરકારી અને 118 ખાનગી લેબોરેટરીમાં કોરોનાની તપાસ થઈ રહી છે.