કેન્દ્ર સરકારે લાગુ કરેલા નાગરિકતા સંશોધન કાયદા પર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, આ કાયદા સામે સુપ્રીમ કોર્ટમાં 59 પિટિશન થઈ છે. જેની સુનાવણી દરમિયાન કોર્ટે કાયદા પર સ્ટે આપવાનો ઈનકાર કરી દીધો છે. આ મામલા પર વધુ સુનાવણી 22 જાન્યુઆરીએ કરવાની જાહેરાત કરી છે. ચીફ જસ્ટિસ એસએ બોબડેના નેતૃત્વવાળી બેંચ આ અરજી અંગે સુનાવણી કરશે. CAA વિરુદ્ધ કોંગ્રેસ નેતા જયરામ રમેશ, ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગ (IUML) અને આસમ ગણ પરિષદ સહિત ઘણા લોકોએ અરજી કરી છે.