નવા વર્ષના પ્રથમ દિવસે જ મોદી સરકારે મધ્યમ અને ગરીબ વર્ગને મોટો ફટકો આપ્યો છે. પ્રથમ દિવસે જ LPG ગેસ કંપનીઓએ સબસિડી વિનાના રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં 19 રુપિયાનો વધારો કર્યો છે. તો અગાઉ સરકારે મંગળવારે રેલવે ભાડામાં 1-4 પૈસા પ્રતિ કિલોમીટરના દરથી વધારો કરવાનો નિર્ણય લીધો હતો.
ભારતીય રેલવેએ તાજેતરમાં જ ભાડું દર્શાવતો એક ચાર્ટ બહાર પાડ્યો હતો. તે મુજબ, 1 જાન્યુઆરી 2020થી સેકન્ડ(સામાન્ય) ક્લાસ માટેના ભાડામાં પ્રતિ કિમી 1 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે AC ક્લાસમાં મુસાફરી કરનાર માટે 4 પૈસા પ્રતિ કિમીનો વધારો કરવામાં આવ્યો છે. સ્લીપર ક્લાસમાં મુસાફરી કરનાર મુસાફરો માટે 2 પૈસા પ્રતિ કિમીનો વધારો કરવામાં આવ્યો છે.
નવા દરો
સિલિન્ડર | ભાવ |
14.2 કિલો | 749.00 રૂપિયા |
19 કિલો | 1325.00 રૂપિયા |
05 કિલો | 276.00 રૂપિયા |