અહીં યોજાયેલી ૨૬મી ટેક-સમિટ ૨૦૦૩ દરમિયાન આપેલાં વક્તવ્યમાં નારાયણ મૂર્તિ સ્ષ્ટત: કહ્યું હતું કે, કશું જ નિ:શુલ્ક હોય ન શકે, સરકારની સેવા પ્રાપ્ત કરનારે સામું પૂરતું વળતર આપવું જ જોઇએ. સબસીડી દ્વારા ઓછા ભાવે ચીજો મેળવનારાએ સમાજને સામું વળતર આપવું જ જોઇએ.
કર્ણાટકમાં પાટનગરમાં યોજાયેલી આ ટેક સમિટમાં બુધવારે સાંજે આપેલાં વ્યક્તવ્યમાં ઇન્ફોસીસના સહસ્થાપક એન.આર.નારાયણ મૂર્તિએ વાસ્તવમાં તો નિ:શુલ્ક સેવા પ્રાપ્તિનો સખત વિરોધ કર્યો હતો, અને સમાજ પાસેથી જે પ્રાપ્ત કર્યું છે, તે સમાજને પાછું આપવા અનુરોધ કર્યો હતો.