Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રક્ષા મંત્રાલયે સોમવારે 2290 કરોડ રૂપિયાના હથિયાર તથા સૈન્ય ઉપકરણોની ખરીદીને મંજૂરી આપી, જેમાં અમેરિકાથી આશરે 72,000 સિગ સોયર અસોલ્ડ રાઇફલોની ખરીદી સામેલ છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે. રક્ષા ખરીદ સંબંધી નિર્ણય લેનારી રક્ષા મંત્રાલયની સર્વોચ્ચ સમિતિ રક્ષા અધિગ્રહણ પરિષદ (ડીએસી)ની બેઠકમાં આ ખરીદ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. 
અધિકારીઓએ જણાવ્યું કે, ડીએસીએ જે સાધનો અને હથિયારોની ખરીદીને મંજૂરી આપી છે તેમાં રાઇફલો સિવાય વાયુસેના તથા નૌસેના માટે આશરે 970 કરોડ રૂપિયાની એન્ટી-એરફીલ્ડ વેપન (એસએએડબ્લ્યૂ) સિસ્ટમ સામેલ છે. 
રક્ષામંત્રાલયે કહ્યું, 'રક્ષા મંત્રી રાજનાથ સિંહની આગેવાની વાળી ડીએસીએ 2290 કરોડ રૂપિયાના હથિયાર તથા સૈન્ય ઉપકરણોની ખરીદીને મંજૂરી આપી છે.' અધિકારીઓએ જણાવ્યું કે, સેનાના અગ્રિમ મોર્ચા પર તૈનાત સૈનિકો માટે સિગ સોઅર રાઇફલોની ખરીદી 780 કરોડ રૂપિયામાં કરવામાં આવશે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ