ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના લોકો માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે. ભરુચ જિલ્લામાં કોરોનાના ત્રણ દર્દીઓ આજે સ્વસ્થ થયા છે. આ સાથે ભરુચ કોરોનામુક્ત થઈ ગયો છે. અંકલેશ્વરની સ્પેશિયલ કોવિડ-19 હોસ્પિટલમાંથી 3 દર્દીને રજા આપવામાં આવી છે. તાળીઓના અભિવાદન સાથે દર્દીઓને ઘરે મોકલાયા છે.
નોંધનીય છે કે, ભરુચ જિલ્લામાં કુલ 27 પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેમાંથી 2 દર્દીના મોત થયા છે, જ્યારે અન્ય તમામ 25 દર્દી સાજા થયા છે. હવે જિલ્લાનો કોઈ પણ કોરોના પોઝીટીવ વ્યક્તિ સારવાર હેઠળ નથી.