કોરોના મહામારીના કારણે થયેલી સ્થિતિ પર ચર્ચા કરવા માટે આગામી શુક્રવારે એટલે કે 22 મેએ દેશના તમામ NDA વિરોધી પક્ષો પરસ્પર બેઠક કરવા જઈ રહ્યા છે. કોંગ્રેસ તરફથી બોલાવાયેલી આ મીટિંગ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા થશે, જેની અધ્યક્ષતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કરશે.
સૂત્રો મુજબ, કોંગ્રેસ આ મીટિંગ માટે દેશના તમામ રાજકીય પક્ષોને સંદેશ મોકલ્યો છે. પાર્ટી તરફથી તેમાં NDA વિરોધી બધા પક્ષોને બોલાવવાની કવાયત કરવામાં આવી છે. તેમાં 28 રાજકીય પક્ષો ભાગ લેવાના હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
જણાવાઈ રહ્યું છે કે, મીટિંગના મુખ્ય એજન્ડામાં કોવિડ-19થી ઊભી થયેલી સ્થિતિનો સામનો કરવામાં સરકારની નિષ્ફળતા, પ્રવાસી મજૂરોની દુર્દશા અને તેમની સમસ્યાઓ અને સરકાર દ્રારા તેનું યોગ્ય નિરાકરણ ન કરી શકવું, મોદી સરકારના 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની હકીકત જેવા તમામ મુદ્દા સામેલ છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પ્રવાસી મજૂરોની સમસ્યાઓ, કોવિડ-19 બીમારીનો સામનો કરવાની સરકારની રણનીતિ અને આર્થિક પેકેજને લઈને સતત સરકાર પર નિશાન સાધતી રહી છે.