વડાપ્રધાન મોદી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં 'પરીક્ષા પે ચર્ચા' 2023 કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. પરિક્ષા પે ચર્ચામાં 200 વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભાગ લઈ રહ્યા છે. જેમાં કલા ઉત્સવ સ્પર્ધાના 80 જેટલા વિજેતાઓ અને દેશભરમાંથી 102 વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો સમાવેશ થાય છે. આ વર્ષે 38 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં જોડાવા માટે નોંધણી કરાવી છે.
સ્માર્ટ હાર્ડવર્ક કરો
પહેલા કાર્યને સમજો. આપણે જે જોઈએ છે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જો મારે કંઈક હાંસલ કરવું હોય, તો મારે ચોક્કસ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, તો જ પરિણામ આવશે. આપણે 'સ્માર્ટલી હાર્ડવર્ક' કરવું જોઈએ, તો જ સારા પરિણામ મળશે.
'પરીક્ષા પર ચર્ચા' એ મારી પણ પરીક્ષા છે
'પરીક્ષા પે ચર્ચા' મારી પણ પરીક્ષા છે અને દેશના કરોડો વિદ્યાર્થીઓ મારી પરીક્ષા આપી રહ્યા છે. મને આ પરીક્ષા આપવામાં આનંદ આવે છે. પરિવારોને તેમના બાળકો પાસેથી અપેક્ષાઓ રાખવી સ્વાભાવિક છે, પરંતુ જો માત્ર સામાજિક દરજ્જો જાળવવો હોય તો તે ખતરનાક બની જાય છે.