બિહારમાં નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી પહેલાં જ ચૂંટણી પંચે મતદાર યાદીમાં મોટાપાયે સુધારા કાર્યક્રમ હાથ ધર્યો છે. ચૂંટણી પંચના આ સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) અભિયાનમાં મોટો ઘટસ્ફોટ થયો છે. બાંગ્લાદેશ, મ્યાંમાર, નેપાળના નાગરિકો બિહારમાં મતદાર બની ગયા હોવાનો ચૂંટણી પંચના અધિકારીઓએ ભાંડો ફોડયો છે. મતદાર યાદીમાં સુધારા માટે ઘરે ઘરે જઈ રહેલા બીએલઓને મોટી સંખ્યામાં વિદેશી લોકો મળી રહ્યા છે. એટલું જ નહીં એક જ સરનામા પર અનેક લોકોના નામોની નોંધણી થઈ છે જ્યારે મૂળ મકાન માલિકને તેની જાણ પણ નથી તેવા કિસ્સા પણ સામે આવ્યા છે. ચૂંટણી પંચે જણાવ્યું કે, બિહારની જેમ આગામી મહિનાથી આખા દેશમાં મતદાર યાદીમાં વ્યાપક સુધારા કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.