ચીનમાં ઉઇગર લઘુમતિ સમુદાય પર ચીનની સરકાર ભારે અત્યાચારો કરી રહી હોવાના આક્ષેપો સાથે હોંગકોગમાં આજે લાખો લોકશાહી સમર્થકો રસ્તા પર ઉતર્યા. આ રેલીના પ્રદર્શનકારીઓએ એક સરકારી કચેરી પર ફરકી રહેલા ચીની રાષ્ટ્રધ્વજને ઉતારી લેતા સ્થાનિક પોલીસે પ્રદર્શકારીઓને વિખેર્યા હતા. જોકે ઉઇગરના સમર્થનમાં આવેલા પ્રદર્શનકારીઓને ચીનની આપખુદશાહી સામે વધુ એક મુદ્દો મળ્યો છે.
જણાવી દઈએ કે મુસ્લિમ ધર્મનું પાલન કરતા ઉઇગરો અને અન્ય લઘુમતી સમુદાયના 10 લાખથી પણ વધુ લોકોને શિજિંયાંગ પ્રાંતમાં આવેલા કસ્ટડી સેન્ટરમાં રાખવાની ઘટના મામલે ચીનને વૈશ્વિક સ્તરે નિંદાનો સામનો કરવો પડયો હતો. જોકે ત્યારે ચીને એ વાતનો રદિયો આપ્યો હતો કે દેશમાં આવા કોઇ કસ્ટડી સેન્ટર નથી, પરંતુ હવે ચીન એવું કહી રહ્યું છે કે આતંકવાદનો સામનો કરવા માટે આ પ્રકારના સેન્ટરની જરૂરિયાત છે.