વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (MNRE) દ્વારા આયોજિત ચોથી RE-ઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પો (RE-INVEST)નું ઉદ્ઘાટન કર્યું છે. આ કાર્યક્રમ 16થી 18 સપ્ટેમ્બર, 2024 દરમિયાન ગુજરાતના Gandhinagar સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભારતના કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી અને ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ આ પ્રસંગે હાજર રહ્યાં હતાં.
21 મી સદીના ઇતિહાસમાં ભારતની સોલાર ક્રાંતિનો અધ્યાય સોનેરી અક્ષરે લખાશે’ RE-INVEST સમિટ PM મોદીનું સંબોધન
ગુજરાતના પ્રવાસમાં આવેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રીંયુએબલ એનર્જી મીટમાં સભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ભારતની વિકાસના અનેક મુદ્દાઓને આવરી લીધા અને તેની પર પ્રકાસ પાડ્યો હતો. નોંધનીય છે કે, અત્યારે જે પ્રકારે ઉર્જા ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો છે તેમાં ગુજરાત પણ મહત્વનો ભાગ ભજવે તે માટે 4th Global Renewable Energy Investors Meet & Expo નું આયોજન કરવામાં આવ્યું છે..