ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની 1734 ગેરકાયદેસર કૉલોનીઓને નિયમિત કરવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ધન્યવાદ વ્યક્ત કરવા માટે રામલીલા મેદાનમાં આયોજન કર્યું છે. ધન્યવાદ રેલીમાં PM મોદીએ પોતાના ભાષણની શરૂઆત કરતાં પહેલા નારો લગાવ્યો કે, વિવિધતામાં એકતા એ ભારતની વિશેષતા છે.
રેલીને સંબોધિત કરતાં PM મોદીએ કહ્યું કે, 2014થી આજ સુધી ક્યાંય NRC પર કોઈ ચર્ચા થઈ નથી. આસામ માટે સુપ્રીમના આદેશથી લાગૂ કરવામાં આવ્યું. વિપક્ષ NRC લાવ્યા પહેલાં જ અફવા અને જૂઠાણું ફેલાવી રહ્યું છે. CAA ભારતના કોઈ નાગરિક માટે નથી, દેશના 130 કરોડ લોકોને કોઈ અસર નહીં થાય. હિંદુસ્તાનમાં કોઈ ડિટેન્શન સેન્ટર નથી. કોઈ મુસ્લિમને ક્યાંય મોકલવામાં આવશે નહીં. વિપક્ષ આ સેન્ટરનો ભય ફેલાવી રહ્યું છે.
PM મોદીએ ભાષણમાં દિલ્હી સરકાર પર કર્યો પ્રહાર
આ સાથે PM મોદીએ કહ્યું કે રામલીલા મેદાન અનેક ઐતિહાસિક ક્ષણોનું સાક્ષી રહ્યું છે. આ દેશની પ્રજા જ મારા VVIP લોકો છે. ચૂંટણીઓ આવતી, વાયદાઓ થતાં. દિલ્હી સરકારે કામ ન કર્યું અને હું કરતો તો વિરોધ કર્યો. અમારી સરકારમાં દરરોજ 25 કિમીના મેટ્રો રૂટ બને છે. વિપક્ષને ખબર નથી કે આ મોદી છે.
CAAને લઈને કહી આ વાત
નાગરિકતા બિલ સંસદે આ બિલ પાસ કર્યું. તેમાં લોકોનું ઉજ્જવળ ભવિષ્ય માટે આ નિર્ણય લીધો હતો. નાગરિકતા કાયદાને લઈને મોદી મોદીના નારા ગૂંજ્યા. PM મોદીએ લોકોની મદદથી સંસદનું અને સભ્યોનું સન્માન કરવાની અપીલ કરી. તેઓએ કહ્યું તમારા ભવિષ્ય માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. PMએ કહ્યું કે બિલને લઈને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. અમે સૌનો સાથ, સૌનો વિકાસ કરવામાં માનીએ છીએ.
મમતા બેનર્જીને આપ્યો જડબાતોડ જવાબ
સભામાં PM મોદીએ મમતા બેનર્જી પર પણ પ્રહાર કર્યા. કહ્યું મમતા દીદી શા માટે ડરે છે. ચૂંટણીઓ આવતી રહે છે અને જતી રહે છે. તમે શા માટે ડરી રહ્યા છો. બંગાળી જનતા પર ભરોસો કરો, બંગાળના નાગરિકો તમને દુશ્મન કેમ માની બેઠા છે. તમે શા માટે બદલાઈ રહ્યા છો અને અફવાઓ ફેલાવી રહ્યા છો. દેશ જોઈ રહ્યો છે મમતા દીદી કોની સાથે છે. PM મોદીએ કહ્યું છે કે તિરંગો ઉઠાવવો આપણો હક છે પણ તે જવાબદારીઓ લઈને આવે છે.
હિંસાને લઈને PM મોદીએ કહી આ વાત
દેશની સંપત્તિ ન સળગાવો, ગરીબની ઝૂંપડી ન સળગાવો, હિંસા ન ફેલાવો. દુકાનોમાં આગ ન લગાવો. તમને મારાથી તકલીફ હોવ તો મારી પર કાઢો. મારા પૂતળા સળગાવો. મોદી પસંદ ન હોય તો જૂતાં મારો. હિંસામાં સરકારી સંપત્તિને નુકસાન થાય તે યોગ્ય નથી. જે પોલીસને તમે નુકસાન પહોંચાડી રહ્યા છો તેમની પર હિંસા કરવી યોગ્ય છે. પોલીસ કોઈની દુશ્મન નથી.