વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુબઈની હોટલ પહોંચતાની સાથે જ NRIઓએ ‘અબકી બાર મોદી સરકાર’ અને ‘વંદે માતરમ’ના નારા લગાવ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEના પ્રવાસે છે, જ્યાં તેઓ ક્લાઈમેટ સમિટમાં ભારતનો પક્ષ રજૂ કરશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર આજે કેરળની મુલાકાત લેશે. આ સાથે જ ભાજપે દિલ્હીમાં મહામંત્રીઓની બેઠક બોલાવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામાને લઈને જનતાના અભિપ્રાય જાણવા માટે આમ આદમી પાર્ટી આજથી પોતાનું અભિયાન શરૂ કરશે. BSFનો 59મો સ્થાપના દિવસ હજારીબાગ મેરુ કેમ્પ ખાતે ઉજવવામાં આવશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાગ લેશે.