ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં સ્વામી પ્રસાદ મૌર્ય પર હુમલો કરાયાની ઘટના બની છે. એક યુવકે માળા પહેરાવવાના બહાને મૌર્યને પાછળથી લાફો ઝીંકી દીધો હતો. આ દરમિયાન સમર્થકોની ભીડે આરોપી યુવકને પકડી પાડ્યો અને તેની જોરદાર રીતે ધોલાઈ કરી હતી. ઘટનાસ્થળે હાજર પોલીસે આરોપીને હેમખેમ લોકોની ભીડથી બચાવ્યો હતો. હાલમાં આ ઘટનાને લઈને માહોલ ગરમાયેલો છે.