અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ભારત પર ટેરિફ બોંબ ઝિંક્યો છે. તેમણે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા મામલે ભારતથી ચિડાઈ વધુ 25 ટકા ટેરિફ ઝિંક્યો છે. ટ્રમ્પે બુધવારે સાંજે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ ઝિંકવાના કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકાએ કહ્યું છે કે, ભારત રશિયા પાસેથી સતત ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યા છે. આ સાથે અમેરિકાએ ભારત પર કુલ 50 ટકા ટેરિફ ઝિંકવાની જાહેરાત કરી છે.