9 મેના રોજ, પ્રધાનમંત્રી સિક્કિમની મુલાકાત લેશે જ્યાં તેઓ સવારે 11 કલાકે “Sikkim@50: Where Progress meets purpose and nature nurtures growth” કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ સિક્કિમમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરશે અને આ પ્રસંગે સભાને સંબોધિત કરશે.
ત્યારબાદ, પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે જ્યાં તેઓ બપોરે 2.15 વાગ્યે અલીપુરદુઆર અને કૂચબિહાર જિલ્લામાં સિટી ગેસ વિતરણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
વધુમાં, પ્રધાનમંત્રી બિહારની મુલાકાત લેશે અને સાંજે 5.45 વાગ્યે પટના એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે