Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે રાત્રે પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં લોકડાઉન 4.0 અને દેશ માટે 20 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. ત્યારે કરીને ગઈકાલે (બુધવારે) નાણાં મંત્રી નિર્મલા સીતારમણે 20 લાખ કરોડના રાહત પેકેજના બ્રેકઅપની માહિતી આપી હતી. પ્રથમ તબક્કામાં નાના વ્યવસાયો, રિયલ એસ્ટેટ, સંગઠિત ક્ષેત્રના વર્કર અને અન્ય લોકો માટે ઘણી જાહેરાતો કરવામાં આવી હતી. ત્યારે આજની પ્રેસ કોન્ફરન્સમાં નાણાં મંત્રીએ જણાવ્યું કે, આજના પેકેજમાં શ્રમિકો, ખેડુતો અને ફેરિયાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ખેડૂતોને નાબાર્ડ વડે અપાશે ફંડ

નાણામંત્રીએ ખેડૂતો માટે વધુ એક મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે, દેશના ખેડૂતોને નાબાર્ડ વડે 90000 કરોડની ફાળવણી ઉપરાંત 30000 કરોડનું વધારાનું વર્કિંગ કેપિટલ ફંડ અપાશે

હાઉસિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવા મોટી જાહેરાત 

હાઉસિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે 6થી 18 લાખની વાર્ષિક આવક ધરાવતા પરિવાર માટેની CLSS સ્કીમને 31 માર્ચ 2021 સુધી લંબાવાઈ. 2.5 લાખ મધ્યમવર્ગ પરિવારોને થશે ફાયદો. આમ કરવાથી બજારમાં કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં માંગમાં વધારો થશે. 17000 કરોડનું રોકાણ થશે તેવી ગણતરી.

ફેરિયાઓ માટે સ્પેશ્યલ સ્કીમ

દેશમાં રહેલા 50 લાખ ફેરિયાઓ માટે 5000 કરોડની સ્પેશ્યલ ક્રેડિટ ફેસિલિટી આપવામાં આવશે. ફરીથી ધંધો શરુ કરવા માટે 10000 સુધીની રકમ આપવામાં આવશે તેવી જાહેરાત નાણામંત્રીએ કરી હતી.

શિશુ મુદ્દા લોનમાં છૂટછાટ આપવામાં આવશે 

શિશુ મુદ્રા લોનમાં રિઝર્વ બેંકના 3 મહીનાનો મોરિટોરિયમ આપવામાં આવ્યો છે.  પરંતુ ત્યારબાદ પણ સમસ્યા આવી શકે છે તે માટે શિશુ મુદ્રા લોનમાં 50 હજાર રૂપિયા સુધીની લોન લેનારને મોરિટોરિયમ બાદ 2 ટકા સબવેન્શન સ્કીમ એટલે કે વ્યાજમાં છૂટનો ફાયદો આગામી 12 મહીના સુધી મળશે. 3 કરોડ લોકોને કુલ 1500 કરોડ રૂપિયાનો ફાયદો થશે.

વન નેશન વન રેશન કાર્ડ યોજના લાવીશું જેના દ્વારા લાભાર્થી  કોઈ પણ રાજ્યમાં અનાજ મેળવી શકાશે

ઓગસ્ટ 2020 સુધી આખા દેશમાં વન નેશન વન રેશન યોજના લાગુ થશે અર્થાત કોઈ પણ રાજ્યમાં પોતાનું રેશન લઇ શકશે. માર્ચ 2021 સુધી 100% કાર્ડ ધારકોને આ સુવિધા મળી જશે.

કોઇપણ પ્રકારનું રેશનકાર્ડ ન હોય તેવા શ્રમિકોના પરિવારને 2 મહિના સુધી મળશે 5 કિલો ઘઉ અથવા ચોખા

NFSA હેઠળ જે નથી આવતા તેમ જ કોઈ પણ જાતનું રાજ્યનું રેશન કાર્ડ નથી તેવા 8 કરોડ પ્રવાસી શ્રમિકોને પ્રતિ પરિવાર 2 મહિના માટે 5 કિલો ઘઉં અથવા ચોખા અને 1 કિલો ચણા મળશે, આ માટે 3500 કરોડ ફાળવાયા : નાણામંત્રી

શ્રમ કાયદામાં સુધારો થશે

શ્રમ કાયદામાં સુધારો કરવામાં આવશે, પોતાના રાજ્યોમાં પરત ફરેલા મજૂરોને કામ આપવામાં આવશે.

રોજમદાર વેતન વધારીને 202 રૂપિયા કરવામાં આવ્યું

પ્રવાસી શ્રમિકોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પ્રવાસી મજૂરોને મનરેગામાં કામ આપવામાં આવી રહ્યું છે. 2.33 કરોડ પ્રવાસી મજૂરોને પંચાયતમાં કામ મળશે. મનરેગામાં 50 ટકા સુધી અરજીઓ વધી છે જેમાં રોજના વેતનમાં વધારો કરીને 202 રૂપિયા કરવામાં આવ્યું છે. 

25 લાખ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ

ઇન્ટરેસ્ટ સબવેશન સ્કીમનો સમયગાળો વધારીનો 31 મે સુધીનો કરવામાં આવ્યો છે. આ સાથે જ 25 લાખ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે.

12000 સેલ્ફ હેલ્પ ગ્રુપ્સે 3 કરોડ માસ્ક બનાવ્યા

ઘરબાર વિનાના કામદારોને અર્બન સેન્ટરમાં સરકાર રોજના 3 ભોજન અપાય છે. સરકાર કામદારોની સારસંભાળ માટે કામ કરી રહી છે. 12000 સેલ્ફ હેલ્પ ગ્રુપ્સે 3 કરોડ માસ્ક બનાવ્યા છે. શહેરના ગરીબ લોકો પણ કોરોના સામે લડત આપી રહ્યા છે.7200 નવા સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ બનાવવામાં આવ્યા છે જેમને કેન્દ્ર સરકારની મદદ મળે છે જેઓ કામદારોની મદદ કરશે.

નિર્મલા સીતારમણની પ્રેસ કોન્ફરન્સના અગત્યના મુદ્દાઓ

કામ્પા ફંડમાંથી 6000 કરોડ ફાળવાયા. આદિવાસીઓને વિશેષ ફાયદો થશે. જંગલને લગતું અને જંગલમાં બાંધકામને `લગતી પ્રવૃત્તિઓમાં વેગ મળશે.

હાઉસિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે 6થી 18 લાખની વાર્ષિક આવક ધરાવતા પરિવાર માટેની CLSS સ્કીમને 31 માર્ચ 2021 સુધી લંબાવાઈ. 2.5 લાખ મધ્યમવર્ગ પરિવારોને થશે ફાયદો : નાણાંમંત્રી

50 લાખ ફેરિયાઓ અને સ્ટ્રીટ વેન્ડરને અંદાજિત 5000 કરોડ રૂપિયાની સ્પેશિયલ ક્રેડિટ ફેસિલીટી આપશેઃ નાણામંત્રી સિતારમણ

વન નેશન વન રેશન કાર્ડ યોજના લાવીશું જેના દ્વારા લાભાર્થી કોઈ પણ રાજ્યમાં અનાજ મેળવી શકાશે : નાણામંત્રી

નેશનલ ફુડ સિક્યુરીટી એક્ટ અંતર્ગત પ્રવાસી મજુરોને કોઈ પણ રાજ્યમાં ફ્રીમાં બે મહિના સુધી અનાજ મળશેઃ નાણામંત્રી

2.33 કરોડ પ્રવાસી શ્રમિકોને મનરેગા દ્વારા રોજગારી અપાશે, એક દિવસના કામની 202 રૂપિયા મજુરી અપાશેઃ નાણામંત્રી

ખેડૂતોએ સહકારી કે રાષ્ટ્રીયકૃત બેંકો પાસેથી લીધેલું ધિરાણ 31 મે 2020 સુધીમાં ચુકવવું પડશે

નાબાર્ડે ફક્ત માર્ચ મહિનામાં જ 29500 કરોડ ગ્રામીણ બેંકોને ફાળવ્યા છે. કોરોના ગાળામાં પણ બેંકો સક્રિય રહી છે : નાણામંત્રી

આજના પેકેજમાં પરપ્રાંતિય શ્રમિકો, ખેડૂતો અને ફેરિયાઓનો સમાવેશ કરાયો છેઃ નિર્મલા સિતારમણ

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ