કોરોના વાયરસના સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારના રોજ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બપોરે ત્રણ વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક કરશે. આ બેઠકમાં લોકડાઉન મુદ્ધે ચર્ચા થઈ શકે છે. વડાપ્રધાન કાર્યાલયે પોતના ટ્વિટર હેન્ડલ પર આ અંગે માહિતી આપતા લખ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે બપોરે ત્રણ વાગ્યે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરશે. રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની આ વડાપ્રધાનની પાંચમી બેઠક છે. દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉન 17 મેના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. એામાં આ બેઠકને અત્યંત ખાસ માનવામાં આવી રહી છે. આ પહેલા આજે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્ય સચિવો અને સ્વાસ્થ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી.